Forwarded As Received
કોમનો વહીવટ ચૂંટાયેલી તન્ઝીમ કમીટી કરે એવી માંગણી સાથે કાલાવડમાં એક મોમીનનાં ધારણાનો અભૂતપૂર્વ બનાવ.
ગુજરાતનાં જામનગર જિલ્લામાં આવેલું કાલાવડ ન ગામડું ન શહેર એવું 'ટાઉન' છે. એક સમયે કાલાવડમાં વ્હોરાઓનાં 300 ઘરની વસ્તી હતી. નવીમસ્જિદ તરીકે ઓળખાતી કાલાવડની મસ્જિદ પૂરા સૌરાષ્ટ્રમાં વગર પીલરની એકમાત્ર મસ્જિદ હતી. એ જમાનાથી કાલાવડમાં આમીલ સાહેબ અમાલત પર રહે છે અને મસ્જિદની બાજુમાં દેવડી છે..રેલવે લાઈન અને ઉદ્યોગોનાં અભાવે કાલાવડનો વિકાસ થઇ શક્યો નહીં તેથી વ્હોરાઓ રાજકોટ, મુંબઈ અને બીજા શહેરોમાં વસી જતાં 1950-60નાં સમયમાં વ્હોરા કુટુંબો ઘટીને 60 થઇ ગયાં હતાં. હાલમાં 150 ઘર છે. કાલાવડથી 10 કિલોમીટર દૂર ગનીપીર સાહેબની દરગાહ છે.
કાલાવડમાં વ્હોરાઓમાં સંપ સારો. બે પેઢીથી જુમાત અને ગનીપીર સાહેબની દરગાહનો વહીવટ બે-ત્રણ સંપન્ન પરિવારોનાં હાથમાં રહ્યો છે, આર્થિક સદ્ધરતાં અને ખિદમત કરવાની ધગશને લીધે આજ દિન સુધી બધું નિર્વિઘ્ને ચાલ્યું. દાવતમાં હિસાબ માંગવાનો ન હોય; એ પ્રથા સામે વર્તમાન સમયમાં પ્રશ્ન ઉઠવા લાગ્યા. અગાઉ ની તૂલનામાં હાલનાં સમયમાં કોમમાં જાતે જાતનાં ઉઘરાણાં વધ્યા હોવાંથી સ્થાનિક ફંડ અને મૌલાનામાંથી આવતાં ફંડના યોગ્ય ઉપયોગ અને એનાં વ્યવસ્થિત હિસાબની માગણીઓ થવાં લાગીછે. આમ જોઈ તો આ માંગણીમાં કશું અજુગતું પણ નથી. જેમ રજવાડાં ચાલ્યાં ગયાં અને દરેક સ્તરે ચુંટાયેલાં પ્રતિનિધિ વહીવટ કરે છે એમ સમયની માંગને ધ્યાનમાં લેતાં કાલાવડ વહોરા જુમાતમાં આ પ્રકારની માંગણી થતી હોય તો તે સ્વીકારીને ચૂંટાયેલી નવી કમીટીને વહીવટ સોંપવો જોઈએ. કોમનો વહીવટ લોકશાહી ધોરણે ચૂંટાયેલી તન્ઝીમ કરે એવી વાજબી માંગણી સ્વિકારાવવા એક મોમીન યુવાને ધરણા કરવાં પડે એ સ્થિતિ વર્તમાન કમીટી અને સ્થાનિક આમીલ સાહેબ માટે શોભાસ્પદ તો નથી જ.
"મરજીવો"
Protest against Local Jamat in Kalavad (Gujrat)
-
- Posts: 232
- Joined: Tue Nov 03, 2009 7:37 pm